મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
મોરબી શહેરના ઈન્દિરાનગરમાં રહેતા રીક્ષા ચાલક રણછોડભાઈ દેવજીભાઈ પરમાર ઉ.28 નામના યુવાને આરોપી રીક્ષા ચાલક અબ્બાસ અલ્લારખાભાઈ મોવર રહે.ટીંબડી પાટિયા પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અબ્બાસે રીક્ષા ભાડા બાબતે તકરાર કરી દાઢીના ભાગે છરીનો ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે