મોરબી : ઓમ શાંતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મોરબી દ્વારા આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીમાં આવેલા નરસંગ મંદિર ખાતે મોરબીના સૌ ભાવિક ભક્તો માટે દ્વાદશ જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તોએ હાજર રહી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું આધ્યાત્મિક રહસ્ય સમજી પરમાત્મા શિવની પૂજા, આરાધનાથી તન-મનને પાવન બનાવવા માટે નિર્ણય કર્યો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે અલકાદીદી, બીકે આયુષી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહી ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની મહીમા વિશે સૌને જ્ઞાન અમૃત અથવા સોમરસનું પાન કરાવ્યું.


