મહિલા સાપકડા સીએચસીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી
હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ નજીક બ્રાહ્મણી નદી પરના પુલ પરથી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે સ્થાનિક તરવૈયો દ્વારા નદીમાં શોધખોળ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામના અને હાલ હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશિપમાં મમ્મી સાથે રહેતા રહેતા હિમાનીબેન અશોકભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 24 જે હળવદ તાલુકાના સાપકડા ગામે આવેલ સીએચસી સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.
આજે કોઈ અગમ્ય કારણોસર હિમાનીબેન એકટીવા બાઈક લઇ હળવદથી સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદીના પુલ પર પહોંચ્યા હતા અને એકટીવા બાઈક અને તેઓનું પર્સ પુલ પર મૂકી નદીમાં છલાંગ લગાવી હતી. જેથી ત્યાંથી પસાર થતા લોકોને ધ્યાને આવતા તાત્કાલિક તરવૈયાઓનું ધ્યાન દોરી હિમાની બેનને બહાર કાઢવામાં આવ્યા હતાં.
બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિમાની બેન અને તેમના મમ્મી હળવદ ખાતે રહેતા હતા જ્યારે બાકીના પરિવારજનો ખેરાલુ ખાતે રહે છે.જોકે આત્મહત્યાનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
