મોરબી : માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે સામાન્ય બોલાચાલી થયા બાદ આરોપીએ આ બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોને સાથે લઈ ક્રેટા કારમાં આવી યુવાન ઉપર હુમલો કરી પાઇપ અને ધોકા વડે માર મારતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા રેલવે સ્ટેશન નજીક રહેતા ફરિયાદી એજાજભાઈ હનીફભાઈ મોવર ઉ.25 નામના યુવાને આરોપી સોહિલ આદમભાઈ માલાણી, રમઝાન ઇબ્રાહિમભાઈ કટિયા, ઇમરાન અનવરભાઈ સંઘવાની અને આરીફ અનવરભાઈ સંઘવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે આરોપી સોહિલ સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ આરોપીએ મનદુઃખ રાખી ક્રેટા કારમાં ઉપરોક્ત આરોપીઓ સાથે આવી પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.