શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરાયો
મોરબી : કારગીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારગિલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું. તેમજ કારગિલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ક્ષણે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ કારગિલ યુદ્ધમાં કઈ રીતે વિજય થયો તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ પટેલ,મોરબી શહેર મહામંત્રી ભુપતભાઈ જારીયા, નિર્મલ જારીયા,પ્રમુખ,મોરબી જીલ્લા ભાજપ(બક્ષીપંચ મોરચા),
તેમજ મોરબી જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત કારગિલ યુદ્ધમાં સેવા આપનારા જવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




