વાંકાનેર : વાંકાનેર યુવા કોંગ્રેસ દ્રારા રાહત દરે વિવિધ ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરવામા આવ્યું હતું.જેમાં કોંગ્રેસ અગ્રણી ઈસ્માઈલભાઈ બાદી યુવા કોંગ્રેસના સાથી ડો રુકમદીન માથકીયા ફારુકભાઈ કડીવાર એહમદભાઈ માથકીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સંકલ્પ કરવામાં આવ્યો કે, વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરીએ. લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરી લોકોને પર્યાવરણ પર્વની ઉજવણી કરવાનું વાંકાનેર કોંગ્રેસ પરીવારે આહવાન કર્યું છે.


