મોરબી : તારીખ 24-07-2025 ના રોજ માળીયા તાલુકાના નાની બરાર તાલુકા શાળા ખાતે શાળાના કર્મનિષ્ઠ શિક્ષક અને ભૂતપૂર્વ તાલુકા શાળા આચાર્ય અવનીબેન પંડ્યાની રાજકોટ જીલ્લામાં જિલ્લાફેર બદલી થતા શાળા પરિવાર દ્વારા એમનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત શાળા પરિવાર તરફથી બેનને શ્રીફળ, પળો અને ભેટ આપી ખુશાલ જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જ વિધાર્થીઓએ શુભેચ્છા કાર્ડ અને પોતે લાવેલ અમૂલ્ય ભેટ આપી પોતાની લાગણીને વ્યક્ત કરી હતી. અવનીબેન એ ભાવનાત્મક શબ્દોથી શાળા સાથે જોડાયેલ પોતાના 11 વર્ષના સંસ્મરણો વાગોળ્યા હતા. વિધાર્થીઓ સાથેની અજોડ લાગણીથી પ્રેરાઇ અવનીબેન એ બધા વિધાર્થીઓને યાદગીરી રૂપે સુંદર શૈક્ષિણક કીટ આપી અને સાથે શાળા પરિવારને ચટાકેદાર ભેળનો નાસ્તો કરાવ્યો હતો. અંતે શાળા પરિવાર દ્વારા અશ્રુભીની આંખે બેનને વિદાય આપવામાં આવી હતી.
