મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગૂંગણ ગામની સીમમાં નદીના કાંઠે દરોડો પાડી આરોપી મહેશ દિનેશભાઇ સાતોલા રહે.ગૂંગણ, શૈલેષ મનજીભાઈ કુંવરિયા રહે.ધરમપુર અને આરોપી સિદ્ધરાજ નાનજીભાઈ દેગામા રહે.ગૂંગણ વાળાઓને દેશી દારૂની ચાલુ બઠ્ઠી સાથે ઝડપી લઈ 460 લીટર ઠંડો આથો, 50 લીટર ગરમ આથો, 15 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 13,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.