મોરબી : મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવ્ય ભવ્ય સોમવારના રોજ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંત ના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ શ્રી બંધુનગર પ્રાથમિક શાળા તથા આંગણવાડીના તમામ બાળકોને પફ ખવડાવી. મિશન નવભારત સંગઠન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.
