Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે મહાઆરતીનું આયોજન

મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે મહાઆરતીનું આયોજન

સાંજે 7:00 વાગ્યે ભવ્ય દીપમાળા : મહાઆરતીમાં મહાદેવજીને સુંદર ફૂલોનો શણગાર કરાશે

મોરબી: શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત શ્રી પ્રવિણગિરી મહારાજ દ્વારા જણાવાયું છે કે, સાંજે 7:00 વાગ્યે યોજાનારી આ મહાઆરતીમાં મહાદેવજીને સુંદર ફૂલોથી શણગારવામાં આવશે અને ભવ્ય દીપમાળા કરવામાં આવશે. આ દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર, સદગુરુ ફ્લાવર્સ (ભૂરાભાઈ, જીઆઈડીસી અને મહેન્દ્રનગર બ્રાન્ચ) ના સૌજન્યથી કરવામાં આવશે.

આ ભવ્ય મહાઆરતી પ્રખ્યાત યુટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે થશે. આરતી ઉતારવાનો લાભ સોસાયટીના જનસેવક સ્વ. પરબતભાઈ કરોતરાના ધર્મપત્ની લાભુબેન પરબતભાઈ કરોતરા અને હિરેનભાઈ કરોતરાના વરદ હસ્તે રહેશે. આ પ્રસંગે મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી જયશ્રીબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગિરી મહારાજે મોરબીની દરેક ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments