ટંકારા : ટંકારા તાલુકાના લજાઈથી હડમતીયા ગામને જોડતા રોડ ઉપર ગત તા.17 જુલાઈના રોજ જીજે – 36 – ટી – 5523 નંબરના આઇસર ટ્રક ચાલકે ટીવીએસ મોપેડ લઈને જઈ રહેલા કલ્પેશભાઇ રાજાભાઈ કટોસણીયા રહે.કચ્છ વાળાને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભત્રીજા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.