મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બરવાળા ગામે રબારીવાસમાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા, રાયધન પ્રેમજીભાઇ કુંઢીયા, રહે-ભીમસર, મોરબી, મુકેશભાઇ બાબુભાઇ દેલવાણીયા રહે-બરવાળા, ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીયા રહે- ભીમસર, મોરબી, અનીલ બંશીભાઇ દેલવાણીયા, રહે-બરવાળા, વિપુલભાઇ રઘુભાઇ મંદરીયા, રહે-ભીમસર અને વિશાલ મુકેશભાઇ કુંઢીયા રહે-ભીમસર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 26,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.