વાંકાનેર : વાંકાનેરના લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દેરાળા ગામ દર્શનાર્થે ગયેલા ત્યારે પણ લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને આ લોક પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને દેરાળા ગામેં ઠાકર બાપાનાં મંદિરે પેંડા તથા સાકરથી જોખી સરધારકા ગામનાં મતદારોએ માનતાં પુરી કરી હતી. તે પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ દેરાળા ગ્રામજનોની રજુઆતો સાંભળી હતી. અને જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.




