મોરબી : મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેશી દારૂના હાટડા ખુલ્લે આમ ધમધમી રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસે જેતપર રોડ ઉપર પાવડીયારીથી આગળ સાપર ગામની સીમમાં નવ બની રહેલા કારખાના પાસે દેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી 325 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારીથી આગળ સાપર ગામની સીમમાં તાલુકા પોલીસે બાતમીને આધારે નવા બની રહેલા કારખાના પાસે રેઇડ પાડતાં આરોપી દિલાવર દાઉદભાઈ મોવર, રહે.રણછોડનગર મોરબી, ફિરોજ કાસમભાઈ નારેજા રહે. સણવા ગામ, રાપર કચ્છ, મુબારક હુસેનભાઈ નારેજા રહે. સણવા ગામ, રાપર, કચ્છ અને આરોપી ઇસ્માઇલ વલીમામદ સમા રહે.સુરજબારી તા.ભચાઉ, કચ્છ વાળાને પોલીસે 325 લીટર દેશી દારૂ તેમજ એક બાઈક કિંમત રૂપિયા 10 હજાર મળી 75 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછતાછમા દેશી દારૂનો આ જથ્થો આરોપી ઇકબાલ ગુલમામદ માણેક અને મુન્ની સંધી રહે.વીસીપરા મોરબી વાળી આપી ગઈ હોવાનું કબુલતા તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.