Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiભરતી ઉત્સવના અંતિમ ચરણમાં મોરબીની ગ્રાન્ટેડ શાળાઓમાં 55 નવા શિક્ષકોની નિમણુંક

ભરતી ઉત્સવના અંતિમ ચરણમાં મોરબીની ગ્રાન્ટેડ શાળાઓમાં 55 નવા શિક્ષકોની નિમણુંક

મોરબી : સરકારી અને ગ્રાન્ટેડ હાઇસ્કુલોમાં શિક્ષક ઘટ નિવારવા છેલ્લા થોડા સમયથી કમિશનર કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ છે. પ્રથમ ચરણમાં સરકારી ઉચ્ચતર વિભાગમાં મોરબીને 33 શિક્ષકો મળ્યા. બીજા ચરણમાં ગ્રાન્ટેડ ઉચ્ચતરમાં 17 શિક્ષકો મળ્યા છે. ત્રીજા ચરણમાં સરકારી માધ્યમિક વિભાગમાં 44 શિક્ષકો જ્યારે ગઈકાલ ભરતીપ્રક્રિયાના અંતિમ ચરણમાં 60 શિક્ષકોની ફાળવણી થઈ હતી. જેમાંથી 55 શિક્ષક હાજર રહેતા ચારેય તબક્કામાં કુલ 149 નવા શિક્ષકો મળતા સમગ્ર શિક્ષણજગતમાં હાશકારાની લાગણી અનુભવાય હતી. હવે સરકારી શાળામાં કુલ 07 તથા ગ્રાન્ટેડ શાળામાં 12 જગ્યા ખાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સતત શીખતા રહેવાની અને શિક્ષણની સાથે સંસ્કાર આપવાની શીખ નવનિયુક્ત શિક્ષકોને આપી હતી. ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી ,શિક્ષક અગ્રણી સરસાવડીયા અને વર્ગ-૨ આચાર્ય ભરત વિડજાએ નિષ્ઠાથી કામ કરવાની અપીલ કરી હતી.

સમગ્ર સંચાલનનો દૌર ઇ.આઇ પ્રવીણભાઈ અંબારિયાએ સંભાળેલ હતો. જ્યારે આયોજન વ્યવસ્થામાં બ્રિજેશભાઈ જાજલ ,સતિષભાઈ સાણજા અને કેળવણી નિરીક્ષક મિત્રો બાદીભાઈ, નગીનભાઈ ,ફાલ્ગુનીબેન અને દીપલબેનએ સંભાળી હતી. નવનિયુક્ત શિક્ષકોમાંથી હર્ષદગીરી બી. ગોસ્વામી અને હેન્સીબેન એન. સલાટ પોતાના પ્રતિભાવો હર્ષ સાથે વ્યક્ત કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments