Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લાની આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

મોરબી જિલ્લાની આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

પ્રવેશ પ્રક્રિયા 28 જુલાઈથી શરૂ કરી 4 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

મોરબી : ગુજરાત રાજ્ય, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળિયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2025 માટેની બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 28 જુલાઈથી શરૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ.50 રજિસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2.Credit Card 3.UPI ID – UPI QR Code. 4 .NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી આઈ.ટી..આઈ ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાની દરેક આઈ.ટી.આઈ ખાતે સવારે 10 થી 5 દરમ્યાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ છે. વધુ માહિતી માટે સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. જેમાં (1) ધો – 8/9/10ની માર્કશીટ (2) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (3) આધારકાર્ડની ઝેરોક્ષ (4) જાતી/કેટેગરી પ્રમાણપત્ર ( ST/SC/SEBC/EWS ) (5) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર (6) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (7) પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે રાખવા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments