મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગરમાં નાયરા પેટ્રોલપંપની પાછળ ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા હિરેનભાઈ અમૃતલાલ વસાયાણી ઉ.વ.૪૨ રહે.મહેન્દ્રનગર પુજારા દુકાનની પાછળ, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા ઉવ.પ૯ રહે. બ્લોક નં.૧૦૪, પહેલો માળ, સેયલ હાઇટસ, ઉમા ટાઉનશીપ, મનસુખભાઈ અંબારામભાઇ દેત્રોજા ઉ.વ.૫૮ રહે. મહેન્દ્રનગર ધાયાડી વિસ્તાર, સુરેશભાઇ દેવશીભાઇ ઝાલરીયા ઉ.વ.૫૫ રહે. બ્લોક એ-૭, સાતમા માળે, વિહન વિલા, રવાપર રોડવાળાને રૂ.૧૭,૪૦૦/- ની રોકડ સાથે પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.