મોરબી : મોરબીના જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના હસ્તે આજ રોજ ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી મોરબીના રેલવે સ્ટેશનની સામે આવેલ રૈન બસેરામાં રહેતા લોકોને પફનો નાસ્તો કરાવવમાં આવ્યો હતો.
જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ, વ્રજ વાઘેલા તેમજ રૈન બસેરાના મેનેજર પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.
કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિના માં કાઈ પણ દાન આપવું હોય તો એક દિવસ અગાવ જાણ કરવી તેમ ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરની યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે જયશ્રીબેન વાઘેલા 7016707020, કપિલભાઈ રાઠોડ 88666 06160 ઉપર સંપર્ક કરવો (જયશ્રી માનવસેવા ટ્રસ્ટ)

