મોરબી: મોરબી મહાપાલિકાના કમિશનરે ગઈકાલે ૨૮ જુલાઈના રોજ ઝોન નંબર ૩ની મુલાકાત લીધી હતી, જ્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા ચાલી રહેલા સફાઈ કાર્યો અને કર્મચારીઓની હાજરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, કમિશનરે મચ્છુ માતાજી મંદિર, હુસેનપીર દરગાહ, સિપાઈવાસ, અને ખાખરેચી દરવાજા પાસે આવેલા GVP પોઈન્ટની પણ તપાસ કરી હતી.
વધુમાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૨૨ જુલાઈ, ૨૦૨૫ થી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન સ્વચ્છતા નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ કુલ રૂ. ૧૦,૧૮૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
SWM શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે વીસીપરા, નવલખી રોડ, માધપરા અંબિકા રોડ, આલાપ રોડ, યદુનંદન સોસાયટી, કેસરબાગ પમ્પિંગ સ્ટેશન, સુરજબાગ પમ્પિંગ સ્ટેશન, અને સરદારબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.





