મોરબી : માળીયા મિયાણા પોલીસે માળીયા મિયાણા શહેર, ખાખરેચી અને વવાણીયામા વરલી મટકાના જુગાર ઉપર દરોડા પાડી ત્રણ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. જેમાં પ્રથમ કેસમાં માળીયા મિયાણા મેઈન બજારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સમીર ઉમરભાઈ મોવરને રોકડા રૂપિયા 450 અને વરલીના સાહિત્ય સાથે પકડી લીધો હતો. જ્યારે બીજા કિસ્સામાં ખાખરેચી ગામના પાટિયા પાસેથી આરોપી સિકંદર કરીમભાઈ પલેજા વરલીનો જુગાર રમાડતા પકડાઈ જતા પોલીસે રોકડા રૂપિયા 300 કબ્જે કર્યા હતા. જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે વવાણીયાથી બગસરા જવાના માર્ગ ઉપરથી આરોપી ઇરફાન શબિરભાઈ પઠાણને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.