વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે તાજ કમાન ગેરેજ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે.
સર્વેલન્સ સ્ટાફને હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બાતમી મળી હતી કે, લુણસર ચોકડી, અર્જુન પ્લાઝા પાસે આવેલી તાજ કમાન ગેરેજ દુકાનમાં થયેલી ચોરીનો આરોપી નર્સરી ચોકડી પાસે એક કપડાની થેલી લઈને ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી દશરથભાઈ બકાભાઈ સિંધવ/સરાણીયા (ઉં.વ. ૨૦) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રૂ. ૨૦,૧૨૪ની એક સોનાની વીંટી, રૂ. ૧૪,૮૬૭ની એક ચાંદીની લક્કી અને રોકડા ૩૦,૭૦૦ રૂપિયા સહિત રૂ. ૬૫,૬૯૧ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
