મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર 3/4ના ખૂણેથી જીજે -03 – એલજી – 5262 નંબરની હ્યુન્ડાઇ ઓરા કાર ચેક કરતા કારમાથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 મળી આવી હતી.જો કે, દરોડા દરમિયાન કાર માલિક સમીર જુસબભાઈ કટિયા ફરાર થઇ જતા પોલીસે રૂપિયા 5 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.