Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ જલારામધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો

મોરબી : તા.29-7-2025ના રોજ વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે કૃષિતભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સંઘાત, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કે.પી.ભાગીયા, મનસુખભાઈ કલસરીયા, જયેશભાઈ ગોસ્વામી,જગદીશભાઈ વામજા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મયુરભાઈ રામાણી, ભરતભાઈ રાબડીયા સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા સહીતના અગ્રણીઓએ સૌરાષ્ટ્રના ખરા લોકસેવક એવા ગૌ.વા.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહત્વનું છે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા. 8-11-1958ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાનુ તા.29-7-2019ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments