અકસ્માતમાં અન્ય એક યુવાન ઈજા થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો
હળવદ : હળવદ હાઇ-વે પર આજે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હળવદના એક આ આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે એક યુવાન ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની માહિતી મળી રહી છે.
હળવદ શહેરના ઉમિયા નગર વિસ્તારમાં રહેતા કેતનકુમાર હરજીવનભાઈ પટેલ ઉંમર વર્ષ 43 અને મેહુલભાઈ પટેલ આજે સવારના કાર લઇ હળવદ હાઇ-વે પર આવેલ વન વગડો હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કેતનકુમાર પટેલનું મોત નીપજ્યું હતું જ્યારે મેહુલભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે.
