મોરબી : બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મોરબી દ્વારા આજરોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીમાં આવેલા ઉમા ટાઉનશિપ, હરદ્વાર-ડી એપાર્ટમેન્ટ ખાતે મોરબીના સૌ ભાવિક ભક્તો તેમજ ગોપી મંડળ માટે દ્વાદશ જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજર રહી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનું આધ્યાત્મિક રહસ્ય સમજી પરમાત્મા શિવની પૂજા, આરાધનાથી તન-મનને પાવન બનાવવા માટે નિર્ણય કર્યો. ઉપરાંત જેમ ભગવાન શિવ પર આપણે તન-મનથી બલિહાર જાઈએ છીએ એમ આપણી અંદર રહેલા અવગુણને છોડીને ભગવાનને અર્પણ કરવા માટે બધાએ સાથે મળીને શ્રેષ્ઠ સંકલ્પ કર્યો.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે. જિજ્ઞા દીદી, બી.કે. ડો. જિગીષા દીદી, ઉપરાંત કુમારી જાનવી અને કુમારી હરસિદ્ધિ એ ઉપસ્થિત રહી દ્વાદશ જ્યોતિર્લિંગ અને શિવ અનુભૂતિ કરાવી સર્વે ઉપસ્થિત શ્રોતાઓને શિવમય બનાવી સ્વપરિવર્તન કરવા પ્રેરણા આપી હતી.





