મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની રતનસિંહ સગુરભાઈ ડામોર ઉ.35 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.