મોરબી : પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબી દ્વારા ટુંક સમયમાં મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના જેમા પહેલી વાર જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ જેમાં 10 અને 12 પાસના વિદ્યાર્થીઓ માટે 18 થી 35 વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેનાથી મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક મળે છે.
જેની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.
એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટમાં આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ 2 પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે આવવું. મર્યાદિત સંખ્યામાં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન “પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબી, 3જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી (મો.નં. 7487076374) કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું છે.
