મોરબી : મોરબી મોરબી જિલ્લાની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ માટે 2 થી 5 ઓગસ્ટ દરમિયાન ઝોન વાઈઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં તા. 29/7/2025 ના રોજ NEP ની 5 મી વર્ષ ગાંઠની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ દિવ્યાંગ બાળકો માટે અઠવાડિયા દરમ્યાન ઓળખ, મૂલ્યાંકન અને ઉપકરણ (સાધન) વિતરણ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. NEP 2020 ને 5 વર્ષ પૂર્ણ થયાની આ પહેલ તેના વિઝનને સાકાર કરવા અને કોઈ પણ દિવ્યાંગ બાળક આ કેમ્પનો લાભ લીધા વિના રહી ન જાય તે માટે મો૨બી જિલ્લામાં તા.2/8/2025 ના રોજ મોરબી, માળીયા અને ટંકારા તાલુકાઓ માટે ત્રાજપર ચોકડી પાસે બી.આર.સી. ભવન મોરબી ખાતે સવારે 10 કલાકે, તા.4/8/2025 ના રોજ હળવદ તાલુકા માટે મોરબી દરવાજા બહાર, બી.આર.સી. ભવન હળવદ ખાતે સવારે 10 કલાકે તથા તા.5/8/2025 ના રોજ વાંકાનેર તાલુકા માટે ગ્રીન ચોક પાસે, બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે સવારે 10 કલાકે ઝોન વાઈઝ દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેવા માટે દિવ્યાંગ બાળકો અને વાલીઓને સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.