Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારા નજીક થયેલ લુટ પ્રકરણનો વધુ એક આરોપી જામનગર થી પકડાયો.

ટંકારા નજીક થયેલ લુટ પ્રકરણનો વધુ એક આરોપી જામનગર થી પકડાયો.

ટંકારા:- ટંકારા પાસે આવેલ ખજુરાહોટલ નજીક ₹90 લાખની ચકચારી લૂંટના પ્રકરણમાં વધુ એક આરોપીને રૂપિયા 3 લાખની રોકડ સાથે જામનગર થી પકડી લેવામાં આવ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ઉપર પણ લેવામાં આવ્યો છે પકડાયેલા આરોપી મુખ્ય કાવતરાખોર છે અને પોલીસે તેની વધુ પૂછપરછ હા કરી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ગત તારીખ 21 મેના રોજ નિલેશભાઈ મનસુખભાઈ પાલડી રહે રાજકોટ તથા તેઓના ડ્રાઇવર બંને રાજકોટ 150 ફૂટ રોડ ઉપરથી આંગડિયા પેઢીના રોકડા રૂપિયા સાથે XUV 300 GJ 03 NK 3502 નંબરની કાર લઈને રાજકોટ થી મોરબી આવતા હતા ત્યારે એક બલેનો કાર તથા ફોલો કર થી આરોપીઓએ આમનો પીછો કરે છરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયારો વડે હરિયાદી ઉપર હુમલો કરવી રોકડ રૂપિયા 90 લાખની લોટ કરી હતી. આ મામલે સાત એક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી,

પોલીસે આ કેસમાં અગાઉ આરોપી અભી લાલાભાઇ અલગોતર રહે ભાવનગર, અભી ભાવેશભાઈ ભાર્ગવ રહે ભાવનગર, દિગ્વિજય અમરસિંહ ઢેઢી રહે લગધીરગઢ ટંકારા, હિતેશ પાંચાભાઇ ચાવડા રહે સાજણાસર પાલીતાણા, મેહુલ ઉર્ફે કાનો આહીર ધીરુ બલદાણીયા રહે સુરત, નિકુલ કાનાભાઈ અલગોતર રહે ભાવનગર વાળાની ધરપકડ કરી હતી,

વોક્સ વેગન કાર નં GJ 01 RE 7578માં આરોપીઓ નાસી ગયા હતા, જે આરોપીઓ પૈકી અલ્પેશસિંહની ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર રહે સુરત વાળો નાસ્તો ફરતો હોય જે જામનગર ખાતે હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ જામનગર ખાતે જઈ રહેણાક મકાનેથી ઝડપી પાડ્યો હતો, વધુમાં આરોપીના રિમાન્ડ મંજૂર થતા અલગ અલગ દિશામાં હાલમાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા પીઆઇ કે.એમ.છાસીયા એ.એસ.આઇ ભાવેશ વરમોરા એચ.સી જશપાલસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા PC પંકજભા ગુઢડા કૃષ્ણરાજસિંહ ઝાલા બળવંત દેગામા રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ અને પોલીસ અધિકારીઓ રોકાયેલા હતા,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments