Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે 4 ઓગસ્ટે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ ધામ ખાતે 4 ઓગસ્ટે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના 46 કેમ્પમાં કુલ 13,343 લોકોએ લાભ લીધો તેમજ 6074 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા

મોરબી : આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.4-8-2025 ને સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન ઘુંટું ગામના અગ્રણી પરિવારના સહયોગથી રામભરોસે કેમ્પ યોજાશે.

જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આ ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા.આ આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 98250 82468, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, હરીશભાઈ રાજા- 98792 18415, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત 45 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 13,118 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5981 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments