માળીયા (મી):- માળીયા મીયાણાના ભોંડીવાઢ વિસ્તારમાં આવેલા મોટા પીરની દરગાહ પાસેથી સદ્દામ હબીબ નોતીયારને માળિયા (મી) પોલીસે એક દેશી બનાવટના તમંચા સાથે પકડી લીધો હતો જેમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે.દરબાર પોલીસ હેડ,કોસ્ટેબલ પી.બી.જાડેજા એ.એસ.આઇ પંકજ નાગલા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજપુત રવિ મેણંદભાઈ દિપકસિંહ કાઠીયા બીપીન પરમાર રોકાયેલા હતા.
