હળવદ નગરપાલિકા અને પશુ પાલન શાખાનો વિશેષ સહયોગ
(મયુર રાવલ હળવદ) વર્તમાન સમયે ગૌવંશમાં જીવલેણ લમ્પી વાયરસ હળવદમાં ખૂબ પ્રસર્યો છે. રસ્તા પર રહેલા ગૌવંશ લમ્પી વાયરસથી પીડાય હોય ત્યારે હળવદના સેવાભાવી યુવાનો નિસ્વાર્થ ભાવે તેની સેવામાં સ્વયંભૂ રીતે જોડાયા છે અને આયુર્વેદિક લાડવા અને જરૂર પડ્યે પશુ ડોક્ટરને બોલાવી સારવાર આપી રહ્યા છે. સાથે હાઈવે પર એક્સિડન્ટ ઘટે તેવા શુભ આશયથી રેડિયમના બેલ્ટ પણ ગૌવંશના ગળે બાંધી રહ્યા છે ત્યારે આ સમગ્ર કામગીરીમાં રામ ગૌશાળા – હળવદ પાંજરાપોળ અને ૐ ગૌસેવક મંડળ સહિત સેવાભાવી યુવાનો છેલ્લા ૧૫ દિવસથી આ સેવાકાર્યમાં જોડાયા છે અને હળવદ નગરપાલિકા તેમજ પશુપાલન ખાતાનો પુરતો સહયોગ મળી રહ્યો છે.


