Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહળવદની થશે કાયાપલટ : સરકારે વિકાસ માટે અંદાજિત રૂ. ૯૦ કરોડ ફાળવ્યા

હળવદની થશે કાયાપલટ : સરકારે વિકાસ માટે અંદાજિત રૂ. ૯૦ કરોડ ફાળવ્યા

અધ્યતન રોડ, સર્કલ, નલ સે જલ, સ્ટ્રીટ લાઈટ, બગીચા, સ્નાનાગાર સહિતના વિકાસકાર્યોથી હળવદની કાયાપલટ કરાશે.

હળવદ : સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિકાસ માટે વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા વિસ્તારના આરસીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રોડ સમારકામ, અને નલ સે જલ સહિતના વિકાસલક્ષી કાર્યો માટે અંદાજિત રૂ. ૯૦ કરોડ જેટલી મતદાર રકમ ફાળવવામાં આવી છે. આ કામ માટે સતત વિસ્તાર ના જાગૃત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ સરકાર માં યોગ્ય રજૂઆત કરી અને વિકાસ ના કાર્યો મંજૂર કરાવ્યા છે.

ત્યારે હળવદ નગરપાલિકા ની ભાજપ પ્રેરિત બોડી પણ સતત લોકો ના કલ્યાણ કારી કાર્યો કરવા માટે સતત કાર્યશીલ છે ત્યારે શહેરી વિકાસ અન્વયે મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકા વિસ્તારના વિકાસલક્ષી કાર્યો અન્વયે રૂ. ૪૧ કરોડના ખર્ચે નલ સે જલ અંતર્ગતના વિવિધ કાર્યો,
રૂ. ૧૨.૧૭ કરોડથી વધુના ખર્ચે હળવદ નગરપાલિકા વિસ્તારમાં સરા ચોકડીથી ત્રણ રસ્તા હાઇવે સુધીના મેન રોડમાં ડિવાઈડર, પેવર બ્લોક, સ્ટ્રોમ વોટર ગટર અને સ્ટ્રીટ લાઈટ પોલ નાખવાનું કામ, રૂ. ૮.૪૯ કરોડથી વધુના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારમાં સીસી રોડ, ડિવાઇડર, સ્ટ્રીટ લાઈટ પોલ, વોટર લાઈન અને ગટર લાઈન સહિતના કાર્યો, રૂ. ૮.૪૫ કરોડથી વધુના ખર્ચે શરણેશ્વર મંદિર વિસ્તારમાં આરસીસી રોડ, બોક્સ કલવર્ટ, પાઇપ કલવર્ટ, પાઇપ સર્કલ અને સ્ટ્રીટ લાઈટ તથા શરણેશ્વર મંદિર અને પરશુરામ મંદિર પાસે ટાવર, રૂ.૭.૯૧ કરોડથી વધુના ખર્ચે આંબેડકર શોપિંગથી ધાંગધ્રા માળિયા હાઇવે સુધી અને રૂ.૩.૦૧ કરોડથી વધુના ખર્ચે આરસીસી રોડ, સ્ટ્રીટ લાઈટ તથા ગટર સહિતના કાર્યો, રૂ.૧.૨૦ કરોડથી વધુ ના ખર્ચે નુકસાન પામેલ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.
SJMMSVY(UDP-88) અંતર્ગત રૂ. ૪.૦૦ કરોડના ખર્ચે વિવિધ રસ્તા ના કામ, રૂ. ૧.૩૨ કરોડના ખર્ચે શરણેશ્વર બગીચાના રીનોવેશન નું કામ, રૂ. ૪૦ લાખના ખર્ચે તિરંગા સર્કલ, રૂ. ૪૪ લાખના ખર્ચે ત્રણ રસ્તા સર્કલ, રૂ. ૪૦ લાખના ખર્ચે દંતેશ્વર દરવાજા રીનોવેશન, રૂ.૧૫ લાખના ખર્ચે સ્નાનાગાર યુરીનલ યુનિટ તથા અન્ય રસ્તાઓ સહિતના વિકાસ કાર્યો કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને રૂ. ૯૦ કરોડ જેટલી માતબાર રકમ ફાળવી દેવામાં આવી છે.
સરકારના આ નાગરિક હિતલક્ષી અભિગમ અંતર્ગત લેવામાં આવેલ નિર્ણયથી હળવદ શહેરની કાયાપલટ થશે અને વિવિધ વિસ્તારોનો સમતોલ વિકાસ થશે. હળવદ શહેરના નાગરિકો માટે વિવિધ સુવિધાઓ નું સર્જન કરવા સરકારે કામગીરી હાથ ધરી છે જેથી આગામી સમયમાં હળવદ શહેર વિસ્તારમાં વિકાસ અને બમણો વેગ મળશે.

આ તકે હળવદ નગર પાલિકા ની ધુરા સંભાળેલ યુવા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ ની સરકાર શ્રી મા રજુવાત ને માન્ય ધારાસભ્ય શ્રી મારફત માન્ય રાખતા સરકારનો આભાર વ્યક્ત કરેલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments