મોરબી : મોરબીના જાણીતા પ્રજાસેવક પરબતભાઇ રબારીના પુત્ર હિરેનભાઈ કરોતરા પણ પિતાના પગલે ચાલીને 108ની જેમ દોડતા રહીને સતત પ્રજાકીય કામો કરી રહ્યા છે. તેમને જે સમસ્યાની ફરિયાદ અડધી રાત્રે મળે તો એ જ સેકન્ડે એ વિસ્તારમાં જઈને ખડેપગે રહીને લોકોના કામો કરીને જ જંપે છે. આવી જ રીતે તેમને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ અને ગટરની સમસ્યાની ફરિયાદ મળી હતી.આ સમસ્યાની ફરિયાદ મળતા મોરબીના વોર્ડ નં 9 ના પૂર્વ કાઉન્સીલર એવા 108ની જેમ પ્રજાની સેવા માટે સતત દોડતા હિરેનભાઈ કરોતરા ગતરાત્રે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દોડી ગયા હતા અને અડધી રાત્રે તેઓએ ખડેપગે રહીને અંધારપટ્ટ વચ્ચે પણ સ્ટ્રીટ લાઈટનું રિપેરીગ કરાવી લાઈટ ચાલુ કરી તેમજ ગટરની સફાઈ કરીને આ સમસ્યાનું નિરાકરણ કરતા સ્થાનિક લોકોએ તેમનો આભાર માન્યો હતો.




