મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જીલ્લાના તમામ વિધાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આથી આ સ્પેસ એક્ઝિબિશનમાં આવો અને અનંત બ્રહ્માંડની એક શૈક્ષણિક યાત્રા પર નીકળો ! તેવું નવયુગ ગ્રુપ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં વિજ્ઞાન અને અંતરિક્ષમાં રસ ધરાવતા તમામ લોકો માટે ખુશખબર આવ્યા છે. આ ખુશખબર મોરબી શહેર જ નહીં જિલ્લાના નંબર વન શૈક્ષણિક સંકુલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં પહેલીવાર મોરબીની નામાંકીત કૉલેજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી. ડી.કાંજીયા સરની પ્રેરણાથી સ્પેસમેન અને મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇની 106મી જન્મજયંતી નિમિત્તે તારીખ 4 અને 5 ઓગસ્ટ 2025 ના રોજ ભવ્ય સ્પેસ એક્સીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ કૉલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, અંતરિક્ષ રસિયાઓ, વાલીઓ, તેમજ સમગ્ર મોરબી જિલ્લાના લોકો મુલાકાત લઈ શકશે. એક્સીબિશનમાં તમને જોવા મળશે સ્પેસને લગતા મોડેલ અને માહિતી NASA અને ISROના મિશનોની માહિતી આર્યભટ્ટ, ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1, જેવા દરેક સેટેલાઈટસ RDAR system સ્પેસ સ્ટેશન જેવા ઘણા બધા પ્રોજેક્ટ જોવા મળશે.
ભવ્ય સ્પેસ એક્સીબિશનની વૈજ્ઞાનિક સફરના મુખ્ય મહેમાન તરીકે Dr.J.J.Raval કે જેઓ એક ખગોળશાસ્ત્રી છે જે હાલ મુંબઈના નહેરુ પ્લેન્ટેરિયમના ડાયરેક્ટર, જનસેવા કેન્દ્ર મુંબઈના પ્રેસિડેન્ટ, અને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશનના વાઇસ ચેરમેન છે. આ સાથે ,એસ.એલ. ભોરણીયા જેઓ DIEPA – New Delhiના સભ્ય રહી ચૂક્યાં છે તેમજ M.M.Shah કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રહી ચૂકયાં છે. ડો.જયંત જોશી જેઓ ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે.
M.M.Science College ના પ્રોફેસર ડો.હિતેશ માંડવીયા અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર દીપેન ભટ્ટ ઉપસ્થિત રહેશે. અને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે. સ્પેસ એક્સીબિશન સમય :- 9:00 AM to 4:00 PM સ્થળ:- પટેલ સમાજ વાડી – શનાળા(મોરબી)
યુનિટ – 2 ખાતે યોજાશે.
