મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી વુગા JGY ફીડર તથા કમ્બોયા ખેતીવાડી ફીડરમાં આવતા વિસ્તારોમાં તા. 3-8-2025 ને રવિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં 11 કેવી વુગા JGY ફીડર તથા કમ્બોયા ખેતીવાડી ફીડર (ઘૂંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર)માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં સવારે 8 થી સાંજે 4 કલાક દરમ્યાન વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.