મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સબ સેન્ટર નાની વાવડી ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયામોરબી જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના અગ્રણી અરવિંદભાઈ વાસદડિયાની અધ્યક્ષતામાં આજ રોજ પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સબ સેન્ટર વાવડી હેઠળ આવતા વિસ્તારના 70થી વધુ ઉંમરના બાકી રહેલા લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પી. વાસદડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના સ્ટાફ, નાની વાવડી સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
