(મયુર રાવલ હળવદ)
હળવદ માં દશામાંના વ્રત નો હષોઉલ્લાસ સાથે પુર્ણાહુતી, છેલ્લા દીવસે ભાવિક ભક્તો ઉમટી પડ્યા..
સમગ્ર હળવદ પંથકમાં લીમડાવાળા દશામાનુ મંદિર આસ્થા નું પ્રતિક છે વર્ષો પરંપરાગત યોજાતાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હતો. દશામાના વ્રત ના છેલ્લા દીવસે જાગરણ કરી ઉજવણી કરવામાં આવે છે.વ્રતધારી બહેનો 10 દિવસના પુજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરી ઉજવણી કરે છે.હળવદ માં પરંપરાગત લીમડા વાળા દશામાનો દશ દીવસ નો લોક મેળો યોજાય છે. સમગ્ર લોકમેળાનું આયોજન જય દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વાર કરવામાં આવ્યું હતું. મેળામા સીસીટીવી કેમેરા, ફ્રી પાર્કિંગ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,
હળવદ માં અષાઢ વદ ને ગુરુવાર થી દશામાના વ્રતનો પ્રારંભ થઇ હતો અમાસના રોજ થી 10 દિવસ સુધી દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો શનિવારે હષોઉલાસ સાથે વ્રત નું સમાપન થયું,ત્યારે વ્રતધારી બહેનો દ્વારા દશામાંની મૂર્તિનું વિસર્જન કરી પૂજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.
હળવદ લીમડા વાળા દશામાનો વર્ષો થી યોજાતો પરંપરાગત 10 દિવસ સુધી લોકમેળો યોજાય છે જેમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉંટી પડે છે.
આ દિવસોમાં ઘરે, શેરીઓમાં તેમજ ગલીઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીનુ વિધિવત સ્થાપના કરવામાં આવે છે. દશ દિવસ સુધી દશામાંનુ ખાસ પૂજન અર્ચન સત્સંગ, આરતી કીર્તન અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે.દશ દીવસ બાદ દશામાંની મૂર્તિનુ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. વ્રતની પૂર્ણાહુતી કરવામાં આવે છે.૧૦ દીવસ દરમિયાન કોય અનિશ્રય બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ આર ટી વ્યાસ તથા પોલીસ સ્ટાફ અને સ્થાનિક પ્રશાસન તંત્ર એ ભારે જેહમત ઉઠાવી હતી.

