મોરબી : માળીયા મિયાણા શહેરના સરકારી દવાખાના વિસ્તારમાં રહેતા મહિલાનો ભાઈ બે અઢી વર્ષ પૂર્વે યુવતીને ભગાડી જઈ લગ્ન કર્યા હોય જે બાબતે સમાધાનની વાતો ચાલ્યા બાદ પણ સમાધાન ન થતા યુવતીના કાકા સહિતના ત્રણ શખ્સોએ ધારીયા અને પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા સરકારી દવાખાના પાસે રહેતા સાઈનાબેન ઉમરભાઈ મુસાણી ઉ.22 નામના મહિલાએ આરોપી લતીફ હૈદરભાઈ કાજેડીયા, ઇબ્રાહિમ ઉર્ફે કારો મુસ્તાકભાઈ કાજેડીયા અને સિકંદર મુસ્તકભાઈ કાજેડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે સાઈનાબેનનો ભાઈ જુસબ બેથી અઢી વર્ષ પૂર્વે આરોપી લતીફભાઈની ભત્રીજીને ભગાડી લગ્ન કરી લીધા હોય જે બાબતે ચાર મહિના પહેલા મારામારી થયા બાદ સમાધાનના પ્રયાસો કરવા છતાં પ્રયાસો નિષ્ફળ રહેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓએ ઘેર આવી દરવાજામાં ધોકા, પાઇપ અને ધારીયાના ઘા મારી સાહેદ વલીમામદભાઈ તેમજ રસુલભાઈને ઇજા પહોંચાડી હતી તેમજ ફરિયાદી વચ્ચે પડતા આરોપીઓએ ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.