હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 12 શખ્સોને રોકડા રૂપીયા 1,61,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
હળવદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ગોલાસણ ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળા સ્થળે દરોડો પાડતા આરોપી ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે. ગામ ગોલાસણ, મેહુલભાઈ જેરામભાઇ રાતૈયા રહે. ગામ ગોલાસણ, મુકેશભાઇ પ્રભુભાઇ દઢયા રહે ગામ રણછોડગઢ ઝુંડ, બેચરભાઈ રઘુભાઇ ચડાણીયા રહે. ગામ રાયધ્રા, જેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે. ગામ સુંદરગઢ, રાયધનભાઇ ચંદુભાઇ ખાંભડીયા રહે. ગામ ગોલાસણ, સંજયભાઇ ગેલાભાઇ ખાંભડીયા રહે.ગામ ગોલાસણ, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા રહે. ગામ જુના ઇશનપુર, કુકાભાઇ જગાભાઈ પંચાસરા રહે. ગામ શીરોઇ, રમેશભાઇ લખમણભાઇ વડેચા રહે.ગામ શરોઇ, રમેશભાઇ રણછોડભાઈ ચારોલા રહે. ગામ કવાડીયા અને મહેશ ઉર્ફે મલો ખીમાભાઇ રાતૈયા રહે ગામ કવાડીયા વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,61,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.