મોરબી : શનિવારે બેગલેસ ડે અંતર્ગત મોરબીના નવા મકનસર પ્રાથમિક શાળાના 6 થી 8 ધોરણના બાળકોએ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં બાળકોને પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસની કામગીરીની બધી જ માહિતી જેવી કે ડોગ્સ કોડ, શસ્ત્રાગારની માહિતી, પોલીસ પ્રશાસનના અલગ અલગ વાહનોની માહિતી, પોલીસ વિભાગોની અલગ અલગ માહિતી આપી હતી. કુલ ૧૯૦ બાળકો સાથે શાળાના શિક્ષકોએ આ ઉપયોગી માહિતી બદલ મોરબી જિલ્લા પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.


