વાંકાનેરના અમરસર ગામે રહેણાંકમાંથી ઘેટા-બકરાની ચોરીની ફરિયાદ નોંધાતા આશ્ચર્ય
વાંકાનેર : સામાન્ય રીતે તસ્કરો રહેણાંક મકાન કે દુકાનોમાં રોકડ, દાગીના કે અન્ય કિંમતી વસ્તુની ચોરી કરતા હોય છે પરંતુ વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે અજાણ્યા તસ્કરોએ રહેણાંક મકાનમા ત્રાટકી છ બકરા અને એક ઘેટાની ચોરી કરતા અનોખી ચોરીના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા હુસેનભાઈ અબ્દુલભાઇ ખોરજીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26 જુલાઈના રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દીવાલ કૂદી તેમના રહેણાંક મકાનમાં ત્રાટકયા હતા અને પશુ બંધવાના શેડમાંથી 6 બકરા તેમજ એક ઘેટો કિંમત રૂપિયા 11,500ના કિંમતના પશુઓની ચોરી કરી હતી.બનાવ અંગે સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.