Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયાના ખેડૂતને નકલી બિયારણ પધરાવી 84 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

માળીયાના ખેડૂતને નકલી બિયારણ પધરાવી 84 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

આખી સીઝનમાં 300 વિઘા જમીનમાં વાવેલ કપાસમાંથી બદલે માત્રને માત્ર 250 મણ કપાસ જ ઉતર્યો

મોરબી : નકલી અને ભેળસેળના આજના યુગમાં સસ્તા બિયારણની લાલચમા અનેક ખેડૂતો પોતાની આખી સિઝન ગુમાવી દઈ લાખો કરોડોની ઉપજ ગુમાવવાની સ્થિતિમાં આવી જતા હોય છે ત્યારે આવા જ એક બનાવના મોરબીના માળીયા મિયાણા તાલુકાના નવાગામના ખેડૂતને બોટાદનો શખ્સ બીટી કપાસના નામે નકલી બિયારણ ધાબડી દેતા ખેડૂતને 84 લાખની નુક્શાની સહન કરવાનો વારો આવતા છેતરપિંડી મામલે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ માળીયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલમાં મોરબીના છાત્રાલય રોડ ઉપર રહેતા નવીનભાઈ ચતુરભાઈ ધુમલિયાએ આરોપી અમરાભાઈ સગરામભાઈ રબારી રહે.કુંડલી તા.રાણપુર જિલ્લો બોટાદ વાળા વિરુદ્ધ છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ બાંધકામનો વ્યવસાય કરતા હતા પરંતુ બાંધકામમાં મંદી હોય નવાગામ ગામની 300 વિઘા જમીન ઉધડમા વાવવા રાખી હતી. જેમાં ગત વર્ષે આરોપી અમરાભાઈ સગરામભાઈ રબારી નવાગામ ખાતે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ બિયારણ વેચવા આવ્યો હતો અને એક વિધે 15 મણનો ઉતારો ન આવે તો પૈસા પાછા આપીશ તેવી ગેરંટી આપતા ફરિયાદી નવીનભાઈએ પોતાની 300 વિઘા જમીનમાં કપાસના વાવેતર માટે રૂપિયા 1,33,350 ચૂકવી 381 થેલી બીટી કપાસ બિયારણ ખરીદ કર્યું હતું.

ચોમાસા વરસાદ બાદ અમરાભાઈ પાસેથી ખરીદ કરેલ બીટી કપાસનું વાવેતર કરતા કપાસ ઊગી નીકળ્યો હતો પરંતુ વિકાસ થતો ન હતો અને કપાસનો છોડ માત્ર એકથી દોઢ ફૂટ ઊંચો જ થતા કૃષિ નિષ્ણાંતને બોલાવી દવા છાંટવા છતાં પરિણામ ન મળતા જેમની પાસેથી ગેરંટેડ બિયારણ ખરીદ કર્યું હતું તે અમરાભાઈને અનેક ફોન કરવા છતાં તેઓ આવ્યા ન હતા અને આખી સીઝનમાં 300 વિઘા જમીનમાં વાવેલ કપાસમાંથી 4500 મણ કપાસનું ઉત્પાદન થવાને બદલે માત્રને માત્ર 250 મણ કપાસ જ ઉત્પાદન થતા અંદાજે 84 લાખની નુક્શાની થવા મામલે નકલી બિયારણ ધાબડી દેનાર અમારાભાઈ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇ અંગે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments