મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મચ્છુ નદીના પટાંગણમાં લીલાપર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહથી ભડીયાદ ગામને જોડતો નવો બ્રિજ બનાવવા માટે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આવતીકાલે તારીખ 4 ઓગસ્ટ ને સોમવારના રોજ સવારે 7:30 થી 9:00 કલાક સુધી મોરબી જિલ્લા/શહેર કોંગ્રેસ દ્વારા હસ્તાક્ષર અભિયાન અંતર્ગત તમામ રાહદારીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકોના હસ્તાક્ષર લઈને લીલાપર સ્મશાનથી ભડીયાદ ગામને જોડતો નવો બ્રિજ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવશે.
