અમે સમાજ સાથે છીએ અને તેમના વિચારો સાથે સંપૂર્ણપણે સહમત છીએ: હેતલબેન
મોરબી : અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપ દ્વારા સંચાલિત નિ:શુલ્ક ગરબા ક્લાસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.
હેતલબેન પટેલે જણાવ્યું હતું કે, “અમારા ગ્રુપ અને મેં સર્વ સમાજના ભાઈઓ અને બહેનો માટે આ નિ:શુલ્ક ગરબા ક્લાસનું આયોજન કર્યું હતું. જોકે, તાજેતરમાં સમાજ તરફથી ગરબા ક્લાસ બંધ કરવા જોઈએ તેવી લાગણી પ્રવર્તી રહી હતી. આ લાગણીનું સન્માન કરવા માટે, અમે આયોજિત કરેલા ક્લાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે સમાજ સાથે છીએ અને તેમના વિચારો સાથે સંપૂર્ણપણે સહમત છીએ. જય માં ઉમિયા.”
