મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધન્યતા અનુભવી હતી. તેમણે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવના ચરણે દેશ દુનિયાના દરેક વ્યક્તિ માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.


