Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiકૂતરું કરડતા ચહેરા ઉપર ગંભીર ઇજા પામેલી બાળા પર આયુષ હોસ્પિટલના ડો...

કૂતરું કરડતા ચહેરા ઉપર ગંભીર ઇજા પામેલી બાળા પર આયુષ હોસ્પિટલના ડો આશિષ હડિયલે 100થી વધુ ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી

મોરબી : માળિયા તાલુકાના એક ગામમાં 6 વર્ષની માસૂમ બાળકી રસ્તા પર ચાલીને ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરાએ તેણીના ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આથી આ બાળકીને આયુષ હોસ્પિટલમાં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી ચહેરાને વ્યવસ્થિત કરી આપવામાં આવ્યો હતો.

ડૉ.આશિષ હડિયલના કહેવા મુજબ જો કૂતરું કરડ્યા પછી જો *હડકવા થઇ જાય તો દર્દી નું બચવું લગભગ અશક્ય છે. હડકવાના વાયરસ સીધા મગજ પર અસર કરે છે. સદનસીબે કૂતરું કરડે અને હડકવા થાય એ વચ્ચેના સમયગાળામાં તેને અટકાવવા માટે એક મોકો મળતો હોય છે.

કૂતરું કરડ્યા પછી હડકવા થી બચવા શું કરવું જોઈએ?

  1. તાત્કાલિક સાબુ અને પાણી થી 15 થી 20 મિનીટ સુધી ઝખમ ને ધોવો
  2. ઝખમ ને ધોયા પછી તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચવું જોઈએ.
  3. હોસ્પિટલમાં ઝખમ ને તપાસ કરી શ્રેણી નક્કી કરવામાં આવે છે.

શ્રેણી – 1. કોઈ ખાસ સારવાર ની જરૂર નથી હોતી.

શ્રેણી – 2. હડકવા ની રસી (ARV) આપવામાં આવે છે.

શ્રેણી – 3. હડકવા ની રસી (ARV)+ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) આપવામાં આવે છે.

  1. સામાન્ય રીતે ઝખમ ને ટાંકા લેવા માં આવતા નથી. પણ જો બહું જરૂરી હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન આપી ને થોડા કલાકો પછી ટાંકા લેવામાં આવે છે.

હડકવા જેવી જીવલેણ બીમારીને અટકાવવા કૂતરું કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલ જઈ નિષ્ણાંત ડૉક્ટરને બતાવવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments