વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં બાતમીને આધારે આરોપી જીજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 66,000 મળી આવતા પોલીસે આરોપીના રૂ.5000ના મોબાઈલ ફોન સહિત 71,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા રહે.ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે હરપાલસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.