કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવતા શહેર ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા
મોરબી: હાલમાં મોરબી કોગ્રેસ દ્વારા લીલાપર સ્મશાનથી ભડીયાદને જોડતો બ્રિજ બનાવવા માટે સહી ઝુંબેશ યોજવામાં આવી હતી. જે અંગે મોરબી શહેર અધ્યક્ષ રીશીપભાઈ કૈલા દ્વારા કોંગેસને વળતો જવાબ આપવામાં આવ્યો છે.
શહેર ભાજપ અધ્યક્ષ રીશીપભાઈ કૈલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે. કોગ્રેસ એ વાતથી અજાણ છે કે ભાજપના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા સમગ્ર ભાજપ દ્વારા આ અંગે અગાઉથી જ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મહાપાલિકા દ્વારા 160 કરોડના ખર્ચે પુલ મંજૂર પણ થઈ ગયો છે. તેમજ આંતરિક મંજૂરી માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની મંજૂરી માટે આગળ મોકલાવેલ છે. જેથી ટૂંક સમયમાં આ કાર્ય શરૂ પણ થઈ જશે. તેથી ભાજપ પ્રમુખે કોંગ્રેસને સાચી રાજનીતિ કરવા અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ જણાવ્યું હતું.
