મોરબી :ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મુખ્ય ઓફીસ રાજીવ ગાંધી ભવન – અમદાવાદ ખાતે તા. 04/08/2025 સોમવારના રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજનીની સાથે વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પરમાર, વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ (નગરપાલિકા સદસ્ય) અને વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ એકતાબેન ઝાલા (નગરપાલિકા સદસ્ય) ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં વાંકાનેર શહેર અને તાલુકા મહિલા કોંગ્રેસની ટીમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા (ધારાસભ્ય – આંકલાવ) સાથે મુલાકાત કરી અને સ્થાનિક કક્ષાએ લોકસમસ્યાઓ અંગે મજબૂત લડત ચલાવવા બાબતે ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું હતું.
